પોલીસ અધિક્ષક, જામનગર
http://www.spjamnagar.gujarat.gov.in

એસપીનો સંદેશ

2/22/2020 6:49:36 AM

          વિજ્ઞાન અને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના આયુગમાં સામાજીક પરિવર્તનની સાથે સાથે ગુનાઓનું સ્વરૂપ પણ બદલાયું છે. ગુનાખોરી સાથે સંકળાયેલા સફેદપોશ દેખાતા કેટલાક લોકોદ્વારા આ યુગમાં ટેક્નોલોજીની મદદથી થતા ગુનાઓનું પ્રમાણ વઘ્યું છેપરિણામેપોલીસ ખાતાની કામગીરી દિનપ્રતિદિન કપરીબનતી જાય છે. તેમજ પોલીસ અધિકારીઓની સ્થિતિ સતત કસોટીરૂપ રહે છે.

        અમારી પ્રાથમિકતા કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી તેમજ રાજય પોલીસના " સેવા, સુરક્ષા અને શાંતિ " ના ઘ્યેયને પૂરી નિષ્ઠાથી ચરિતાર્થ કરી પોલીસઅને પ્રજાની સંયુકત ભાગીદારીથી ગુનાખોરી પર અંકુશ લાવવાની છે.

        જેમ કોઈ દેશની પોલીસનું ચારિત્ર અને ગુણવત્તા તે દેશની સરકારનાસ્પિરિટ અને તેની ગુણવત્તા વિષેની કસોટી પૂરી પાડે છે, તેમ લોકોનું પોલીસપ્રત્યેનું વલણ અને આદર એ પોલીસના વર્તન અને ચારિત્ર તથા ગુણવત્તાનો સબળ પુરાવોછે. જામનગર પોલીસ પ્રજાની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરવાના હકારાત્મક પ્રયત્નો કરશે અને ખરા અર્થમાં ‘‘ પોલીસ પ્રજાનો મિત્ર ’’ એ ઉકિતને સાચી ઠેરવશે.

 

 

(શરદ સિંઘલ)

પોલીસ અધિક્ષક

જામનગર