પોલીસ અધિક્ષક, જામનગર
http://www.spjamnagar.gujarat.gov.in

પોલીસ કંટ્રોલરૂમ

4/24/2024 9:23:24 PM

પોલીસ કંટ્રોલ રુમની ફરજો -

જીલ્લાનો પોલીસ કંટ્રોલ રુમ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં કાર્યરત છે. આ કંટ્રોલ રુમ સતત ર૪ કલાક કાર્યરત રહે છે. જેમાં ઈન્ચાર્જ તરીકે આસી. સબ ઈન્સપેકટર દરજજાના પોલીસ અમલદાર સતત હાજર રહે છે. કંટ્રોલ રુમમાં ટેલીફોન, વાયરલેસ, ટેલીપ્રિન્ટર, તેમજ ફેકસની સુવિધાઓ ઉપલબ્ધ છે. જીલ્લામાં બનતા કોઈપણ ગુન્હા બાબતે, અસામાજીક પ્રવૃત્તિ બાબતે, ટ્રાફીક અકસ્માત, ટ્રાફીક જામ બાબતે, કુદરતી આફત બાબતે અથવા કોઈપણ અગત્યની માહિતી માટે નાગરીક દવારા કોઈપણ સમયે પોલીસ કંટ્રોલ રુમને જાણ કરી શકાય છે. જેથી પોલીસ કંટ્રોલ રુમ દવારા સબંધીત પોલીસ અધિકારીશ્રીઓને ત્વરીત જાણ કરી તાત્કાલીક યોગ્ય કાર્યવાહી હાથ ધરાવી શકાય છે.

માહિતી આપી શકાય છે.

ખાસ કાયદો વ્યવસ્થાની બાબત,ટ્રાફીક જામ થાય ત્યારે પ્રાકળતીક હોનારત તેમજ જયા ગુના કે જેમા નજીકના પોલીસ સ્ટેશનમા જાણ કરવા કે નાકાબંધી કરવાથી ગુનેગારને પકડી શકાય છે જીલ્લામા ચાલતી અસામાજીક પ્રવૃત્તિ બાબતે તાત્કાલીક માહિતી આપવાથી તુરંતજ કાર્યવાહી/રેઈડ કરી શકાય

  • પોલીસ કંટ્રોલ રુમમાં ફરીયાદી પોતાની અરજી પણ આપી શકે છે.

  • કંટ્રોલ રુમથી પોલીસ વિભાગના અધિકારીઓના તથા કચેરીઓના ટેલીફોન નંબર તથા સરનામાં પણ મેળવી શકાય છે.