પોલીસ અધિક્ષક, જામનગર
http://www.spjamnagar.gujarat.gov.in

ટુરિઝમ પોલીસ

4/18/2024 4:10:50 PM

પ્રવાસન વર્ષ - ૨૦૦૬

સરકારશ્રી દ્વારા સને - ૨૦૦૬ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામા આવી રહ્યું છે. વર્ષ દરમિયાન રાજ્યમા ઐતિહાસિક પ્રવાસકીય અને પરંપરાગત મહત્ત્વ ધરાવતાં વિવિધ સ્થળોએ વિવિધ ઉત્સવ અને તહેવારોની આગવી રીતે ઉજવણીનું આયોજન કરી દેશ વિદેશના યાત્રીઓ / પ્રવાસીઓને રાજ્યની મુલાકાત લેવા આમંત્રણ અને આકર્ષણ ઊભું કરવાનુ ભગીરથ આયોજન થઈ રહ્યું છે. આ પાછળનો ઉદ્દેશ રાજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો વિશ્વ સમક્ષ મૂકી વધુમાં વધુ પ્રવાસીઓ ને આકર્ષિત કરી પ્રવાસન વિકાસના માઘ્યમથી રાજ્યના ખૂણે ખુણામાં રોજગારીની તકો વધારી હસ્તકલા,કુટિર ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગ વિગેરે ને પ્રોત્સાહિત કરવાનો છે. આ સમગ્ર આયોજન પત્રિકા / પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાની ઉત્તમ સ્‍થિતિઓ અહેસાસ થાય. અને રાજ્યના કોઈપણ ખૂણે યાત્રી / પ્રવાસીઓને ટેક્સી ચાલક , રિક્ષા ચાલક , ફેરિયા , હોટલ માલિકો અને પ્રવાસન ઉદ્યોગ સલંગ્ન દલાલો ભિખારીઓ કે અસામાજિક તત્ત્વો દ્વારા કોઈપણ જાતની ગુનાખોરી કે અભદ્ર વર્તનનો પણ અનુભવ ન થાય તે માટે જરૂરી તમામ પગલાં ભરી દરેક અગત્યનાં પ્રવાસન સ્થળો પર પ્રવાસીની મદદરૂપ થાય તે માટે હિન્‍દી અને અંગ્રેજી ભાષાના જાણકાર તેમજ ખાસ તાલીમ પામેલ ટુરિઝમ પોલીસની પણ પોલીસ વિભાગ મારફતે વ્‍યવસ્થા કરવામા આવનાર છે. ટુરિઝમ પોલીસ પ્રવાસીની મુલાકાત સલામત , સુખદાયક અને આંનદજનક બની રહી કાર્યરત રહેશે.

 જામનગર જિલ્લા પ્રસાસન દ્વારા જિલ્લાના નીચે મુજબનાં સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે નક્કી કરી તેમાં જરૂરી માળખાકીય સવલતો ઊભી કરવાનું નક્કી થયેલી. આ પૈકી નીચે દર્શાવેલ વિગતે આ સ્થળ ઉપર ટુરિસ્ટ પોલીસ યાત્રિકોને સહાયતા અને સુરક્ષા માટે હાજર રહેશે. તેમજ ટુરિસ્ટ પોલીસની નીચે જણાવેલ સ્થળો એ ટુરિસ્ટ પોલીસનો કેબિનો કાર્યરત કરવા આયોજન કરવામાં આવેલ છે.

  •  જામનગર એરપોર્ટ ખાતે - ૧

જામનગર જિલ્લામાં આવેલ એરપોર્ટ રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય વિમાની મથકો સાથે જોડાયેલું હોઇ, જેથી દેશ વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા ભારે માત્રામાં રહેતી હોય, તેમજ પાડોશી દેશ પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશ માટેનું પ્રથમ શહેર જામનગર હોય જેથી સુરક્ષા તથા સલામતી તેમજ માર્ગદર્શનના હેતુ માટે ટુરિસ્ટ પોલીસની સહાયની ખૂબ જ જરૂરી રહે છે. જેથી જામનગર એરપોર્ટ ખાતે એક ટુરિસ્ટ પોલીસ કેબિન કાર્યરત કરવા આયોજન કરવામાં આવેલ છે.

જામનગર આવતા પ્રવાસીઓને સુરક્ષા તેમજ સલામતી અને માર્ગદર્શન માટે નજીકના પોલીસ મથકોનો સંપર્ક કેન્‍દ્રો નીચે મુજબ છે.

સીટી બી પોલીસ સ્ટેશન , જામનગર - ફોન નં. - ૨૫૫૦૨૪૩

પોલીસ નિયંત્રણ કક્ષ ફોન નં. - ૨૫૫૦૨૦૦ - ૧૦૦ ફેકસ નં. - ૨૫૫૬૩૮૨

વિભાગીય પોલીસ અધિકારીશ્રી , શહેર વિભાગની કચેરી (૦૨૮૮) ૨૫૫૨૯૪૦

  •  જામનગર શહેર ખાતે - ૨

જામનગર શહેરમા જુદા જુદા એવા જોવાલાયક મનોરજંન માટે ના અનેક સ્થળો આવેલા છે. જે પૈકી લાખોટા તળાવ જામનગર શહેરની મઘ્યમાં આવેલ છે. આ લાખોટા તળાવમાં પાંચ લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ત્રણ ભાગમાં વહેંચાયેલુ છે. તળવા જામનગર શહેરના મઘ્યમા આવેલ હોવાથી શહેરની પ્રાકૃતીક સૂંદરતામાં અદભુત વધારો કરે છે. જેથી જામનગર ખાતે આવતા સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે આદર્શ આશ્રય સ્થાન પુરૂ પાડે છે. નગરનું જુનામા જુનુ વર્ણન ઈસવીશન ૧૫૮૨ - ૧૫૮૩માં સ્થપાયેલ જામ વિજય સંસ્કૃત કાવ્યમા કાવ્યના સર્જક શ્રી વેણીનાથએ આ કાવ્યમા એક સ્‍લોકમા જણાવેલ છે કે '' નગર વેલ વૃક્ષ અને પુષ્‍પોથી લચી પડેલી વાટીકાઓ અને કમળથી શોભતા તળાવ અને તરેહ તરેહના ભવનો થી શોભતી આ નગરી અમરાવતી જેવી લાગે છે. '' કવિ શ્રી વેણીનાથ એ જામનગર ને અમૃત થી ભરપુર તળાવની નગરી કહી છે.

 

આ તળાવ નુ સર્જન દુષ્કાળ રાહતની પ્રવૃત્તિમાંથી સર્જાયેલુ છે. ઈસવીસન ૧૮૪૦માં ભીષણ દુષ્કાળની આંધી ઉતરતા જનતા ભુખમરાની ભોગ બની , પશુઓ ટપો ટપ મરવા લાગ્યા , આ ભયંકર આફત વેળાએ રાજવી રણમલજીએ એ નગરના દ્વારે લાખોટા તળાવ અને લાખોટા કોઠાનુ બાંધકામ શરૂ કરાવી હજારો માનવીઓને રોજી રોટી આપવાનો ધર્મ બજાવ્‍યો હતો.

 

જામનગર આવતા પ્રવાસીઓને સુરક્ષા તેમજ સલામતી અને માર્ગદર્શન માટે નજીકના પોલીસ મથકોનો સંપર્ક કેન્‍દ્રો નીચે મુજબ છે.

સીટી એ પોલીસ સ્ટેશન , જામનગર - ફોન નં. - ૨૫૫૦૨૪૪

પોલીસ નિયંત્રણ કક્ષ ફોન નં. - ૨૫૫૦૨૦૦ - ૧૦૦ ફેકસ નં. - ૨૫૫૬૩૮૨

વિભાગીય પોલીસ અધિકારીશ્રી , શહેર વિભાગની કચેરી (૦૨૮૮) ૨૫૫૨૯૪૦

 

  • દ્વારકા ખાતે :- ૨

જામનગર જિલ્લામા જગ પ્રસિઘ્ધ ચાર તીર્થધામ પૈકીનુ દ્વારકાનુ સુપ્રસિઘ્ધ જગતમંદિર શ્રી દ્વારકાધીશનુ મંદિર દ્વારકા ખાતે આવેલ છે. ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની તરીકે દ્વારકા ને ઓળખવામા આવે છે. અને તેમના જીવાનના ઉતરાર્ધના ઈતીહાસ સાથે વિશ્વા વિખ્યાત દ્વારકા સંકડાયેલુ છે. પવિત્ર ગોમતી નદીના કાંઠે આવેલુ છે. આ દ્વારકા દેશના ચાર યાત્રાધામ તથા સાત પવિત્ર પુરીઓ અને ૬૮ તીર્થ પૈકીનુ એક તીર્થ મનાય છે. પશ્ચીમે ઘુઘવતો અરબી સમુદ્ર પવિત્ર ગોમતી તટ , અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે સંકળાયેલ અનેક મંદિરો દ્રાંદશ જ્યોતીર્લીંગમા ગણાતુ નાગેશ્વર મંદિર શ્રી કૃષ્ણના જીવન સાથે સંકળાયેલુ ગોપી તળાવ અને શ્રી કૃષ્ણના નિવાસ બેટ - શંખોઘ્વાર સહિતના રમણીય સ્થળો પ્રવાસી / યાત્રાળુઓને આલ્હાદાયક અને સાત્વીક આનંદની અનુભુતી કરાવે છે.

 

પવિત્ર ગોમતી તટે ભગવાન શ્રી કૃષ્ણનુ મંદિર છે. જે '' દ્વારકાધીશ રણછોડરાયના મંદિર '' તરીકે ઓળખાય છે. આ મંદિર પુરાતત્વ વિભાગના મંત્વ્ય પ્રમાણે આશરે ૧૨૦૦ વર્ષ પુર્વેનુ છે. એક તાકીર્ક અંદાજ મુજબ શ્રી કૃષ્ણ ના પ્રપોત્ર વ્રજ્રનાભે ઈસવીશન પુર્વે - ૧૪૦૦ ની આસ પાસ અગાઉ સમુદ્રમા ડુબી ગયેલા મંદિરનુ બચી ગયેલી છત્રી સ્થાપી હતી. જેમા પછી થી મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવેલ હતી. ઈસવીશન - ૮૦૦માં જગતગુરુ શંકરાચાર્ય એ મંદિર નો જીણોઘ્ધાર કરાવ્‍યો હોવાનુ મનાય છે.

 

ભગવાન શ્રી કૃષ્ણ એ વસાવેલી દ્વારકા સમુદ્રમા હતી એ પછી બીજી પાંચ દ્વારકા ક્રમંશ: નિમાર્ણ થઈ અને હાલની દ્વારકા સાતમી છે. તેવુ મનાય છે.

 

દ્વારકાધીશના મુખ્ય મંદિરના સંકુલમા બીજા ૨૦ મંદિરો આવેલા છે. મંદિરના ઉતર તરફના દરવાજાને મોક્ષ ઘ્વાર અને છપ્પન પયથીયાવાળા દક્ષીણ ઘ્વારને સ્વર્ગ ઘ્વાર કહેવામાં આવે છે. જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના મંદિર એ દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ હજારોની સંખ્યામા ઉમટી પડે છે. તે ઉપરાંત દેશ વિદેશ થી બહોળી સંખ્યામા યાત્રાળુઓ અને દર્શનાર્થીઓ તથા પગપાળા યાત્રાળુ સંઘો , દિપાવળી , અધીક માસ વગેરેના તહેવારોમા દર્શન અર્થે ઉમટી પડે છે.

 

દ્વારકા આવતા પ્રવાસીઓને સુરક્ષા તેમજ સલામતી અને માર્ગદર્શન માટે નજીકના પોલીસ મથકોનો સંપર્ક કેન્‍દ્રો નીચે મુજબ છે.


દ્વારકા પોલીસ સ્ટેશન , દ્વારકા - ફોન નં. - (૦૨૮૯૨) ૨૩૪૫૨૩

પોલીસ નિયંત્રણ કક્ષ ફોન નં. - (૦૨૮૮) ૨૫૫૦૨૦૦ - ૧૦૦

વિભાગીય પોલીસ અધિકારી શ્રી , ખંભાળીયાની કચેરી (૦૨૮૩૩) ૨૩૪૨૬૨

 

  •  ઓખા ખાતે :- ૧

જામનગર જિલ્લાના છેવાળે આવેલુ ઓખા મંડળની બાજુમા ભારત ભરના પ્રખ્યાત ૧૨ જ્યોતીર્લીંગ પૈકીનું ભગવાન શ્રીનાગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. આં મંદિરની સ્થાપના કલા જગતના સુરના સમ્રાટ તરીકે પ્રખ્યાત સ્વ. શ્રી ગુલશન કુમાર એ કરાવેલ છે. અને આ શ્રી નાગેશ્વર મહાદેવના દર્શનાથે દેશ વિદેશથી ભક્તો આવે છે. આ ઓખા મંડળ દ્વારકા તીર્થધામની નજીક આવેલ હોવાથી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા બાદ બેટ ખાતે આવેલ ભગવાન શ્રીકૃષ્ણના મંદિરના દર્શન અર્થે અચુક આવે છે.

 

ઓખા મંડળ એ ભારતના ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારનુ છેવાળાનો વિસ્તાર હોય , તેમજ ઓખા મંડળ જે ભારતના દૂશ્મન તરીકે ઓળખાતા પાકીસ્તાન દેશ થી નજીકમા આવેલ હોવાથી સરક્ષા અને સલામતીની દષ્ટ્રીએ અતી મહત્ત્વનુ સ્થાન ધરાવે છે.

 

ઓખાની આજુ બાજુમા બેટ , શંખોઘ્વાર નાગેશ્વર , જેવા ધાર્મિક તેમજ ટાટા કેમીકલ્સ મીઠાપુર , રૂપેણ બંદર લાંબા બંદર , તેમજ ઓખા બંદર જેવા વિકાસ કેન્દ્ર છે.

 

ઓખા પોલીસ સ્ટેશન , ઓખા - ફોન નં. - (૦૨૮૯૨) ૨૬૨૦૩૮

પોલીસ નિયંત્રણ કક્ષ ફોન નં. - (૦૨૮૮) ૨૫૫૦૨૦૦ - ૧૦૦

વિભાગીય પોલીસ અધિકારી શ્રી , ખંભાળીયા ની કચેરી (૦૨૮૩૩) ૨૩૪૨૬૨