|
ભારે વાહનો લગત સુચનો
- ભારે વાહનો નિયંત્રણ ગતિએ ચલાવવુ, જેથી કરી અકસ્માત સર્જાય નહી.
- હેડ લાઈટે ( જમણી બાજુ ) પીળો પટ્ટો અવશ્ય કરવો.
- રાત્રીના સમયે ડીપર મારવી જેથી કરી સામે આવતા વાહનના ડ્રાયવર વધુ પ્રકાશમાં અંજાઈ
ન જાય તેના કારણે અકસ્માત ન સર્જાય
- રાત્રીના સમયે ઓવરટેક કરવા માટે ડીપરનો ઉપયોગ કરવો.
- ઓવરટેક માત્ર જમણી બાજુથી જ કરવો. અને પુલ ઉપરથી ઓવરટેક કરવો નહીં.
- નિયમિત સવિર્સ, ઓઈલ કરાવવુ, જેના કારણે બ્રેક ફેઈલ થવાનો સંભવ ન રહે.
- નિયત કરેલ રસ્તા ઉપર વાહન ચલાવવુ, પ્રતિબંધિત રસ્તા ઉપર ભારે વાહનો લઈ જવા નહી
- ભારે વાહનો નકકી કરેલ પાર્કીંગ સિવાય સ્થળાંતર કરવા નહી, જેથી બીજા અન્ય વાહનોને અડચણ રૂપ થાય નહી.
- ભારે વાહનોને વળાંક વાળા રસ્તે તેમજ સર્કલ આવે તેવા રસ્તે વાહનને ધીમુ ચલાવવુ અને આગળ પાછળ ખાસ ઘ્યાન રાખવુ જેથી કોઈ અકસ્માત નડે નહી તેની તકેદારી રાખવી.
- ટ્રાફીકને અડચણ થાય તેવી રીતે ભારે વાહન પાર્કીંગ કરવુ નહી.
- યાંત્રિક ખામી વાળુ વાહન ચલાવવુ નહી.
- ભારે વાહન પાછળ બ્રેક લાઈટ / રીફ્રલેકટર હોવા જોઈએ.
- અધિકૃત અધિકારી તરફથી મેળવેલ પરમીટ તેમજ આર.ટી.ઓ.લગતના જરૂરી કાગળો સાથે રાખવા.
- ભારે વાહન ઉપર ગાડી ચાલકનું અવશ્ય નામસરનામું લખવુ તેમજ વાહન ઉપર નંબર પ્લેટ અવશ્ય લગાડવી.
- ભારે વાહનનો નિયમિત વિમો ઉતરાવવો, મુદત વીતી ગયા પછી તે વાહન ચલાવવુ નહી.
- ભારે વાહનો રેસીડન્સ વિસ્તારોમાંથી પસાર કરતી વખતે નાના વાહનોનુ તથા માણસો પસાર થતા હોય તેનુ ખાસ ધ્યાન રાખી ધીમી ગતીએ વાહન ચલાવવું જોઇએ
|
|