હું શોધું છું

હોમ  |

પોલીસ બંદોબસ્‍ત
Rating :  Star Star Star Star Star   

 

પોલીસ બંદોબસ્‍ત  

 પોલીસ બંદોબસ્તના ચાર્જીસ વસૂલ લઈ નીચે જણાવેલ કેસોમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે

સામાન્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાના હિતમાં પોલીસ અધિક્ષકશ્રી કે ઉપરી અધિકારીશ્રીને જરૂર જણાય ત્યારે કોઈ પણ સંસ્થા કે પક્ષકારને વિના મૂલ્યે પોલીસ બંદોબસ્ત/રક્ષણ ફાળવવામાં આવે છે. નબળા વર્ગોને રક્ષણ આપવું જરૂરી જણાતાંની સાથે તુરંત ફાળવવામાં આવે છે. અંગત અદાવત કે ઝઘડાની વિગત ઘ્યાન પર આવતાંની સાથે જરૂરીઅટકાયતી પગલાં લેવામાં આવે છે. આમ છતાં કોઈ પક્ષકારની રક્ષણની માગણી હોય તો સંજોગોઘ્યાન પર લઈ બંદોબસ્ત ચાર્જ વસૂલ કરી રક્ષણ આપી શકાય છે. આ માટે સંબંધિત પક્ષકારનીઅરજી આધારે પોલીસ અધીક્ષક સ્થાનિક પોલીસ સ્‍ટેશનનો અભિપ્રાય લઈ નિર્ણય કરે છે

સીમચોરી અને ભેલાણ અટકાવવા સારુ જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.પાક રક્ષણ માટે પોલીસ બંદોબસ્તમાં ઘોડેસવાર અને ઊંટસવાર પોલીસ મૂકવામાં આવે છે, પરંતુ સીમ પેટ્રોલિંગમાં ઘોડેસવાર પોલીસ વધુ અસરકારક હોઈ કેટલાંક ગામોમાં તેનીસીમની રખેવાળી કરવાની સ્વૈચ્છિક વ્યવસ્થા માટે નાણાં ભરીને ઘોડેસવાર પોલીસ માગવામાંઆવે છે. જો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં રોકાયા ઉપરાંત ઘોડેસવાર પોલીસ ઉપલબ્ધ હોય તો તે નાણાં વસૂલ લઈ ફાળવવામાં આવે છે. આ ફાળવણી સામાન્ય રીતે પૂરા મહિના માટેકરવામાં આવે છે. ઘોડાની ફાળવણી કરતી વખતે ઘોડાને રહેવાની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકે તેમ છે કે કેમ તે ચકાસવામાં આવે છે.

કોઈ પણ યુનિવર્સિટી, માઘ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાનકાયદો અને વ્યવસ્થાની જાળવણી સ્થળે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. જેનાં નાણાંવસૂલ લેવામાં આવતાં નથી, પરંતુ ચોક્કસ હેતુથી માગવામાં આવતી ગાર્ડ નાણાં વસૂલ લઈઆપવામાં આવે છે.

sઅ)      બેન્ક કે વેપારી દ્વારા મોટા પાયે નાણાંની હેરાફેરી માટે નિયત દરેનાણાં ચૂકવનારને હથિયારીરક્ષણ આપવામાં આવે છે

sબ)     ખાનગીસંસ્થા, બેન્કો વગેરેને સલામતી માટે પોલીસ ગાર્ડ ફાળવવામાં આવે છે. આ સંબંધિત સંસ્થાઓ પાસેથી તેઓને ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીના પગાર-ભથ્થાંની રકમના બે ગણીરકમ એડ્વાન્સમાં વસૂલ લેવામાં આવે છે.

બેન્ક કે નાણાકીય સંસ્થાના વસૂલાત અધિકારી દ્વારા દાવાની બાકી રકમની વસૂલાતકરવા સારુ પોલીસ બંદોબસ્તના ચાર્જીસ વસૂલ લઈ હેડ ક્વાર્ટર અગર તો સ્થાનિક પોલીસસ્‍ટેશન તરફથી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.

થિયેટર, સિનેમાગૃહો, મનોરંજનના આવા સ્થળે ટ્રાફિક નિયમનની કામગીરી માટે ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી બંદોબસ્ત જાળવવા માટે માગણી થયેથી પોલીસ અધિકારી/કર્મચારીની જેટલી સંખ્યામાં ફાળવણી કરવામાં આવે તે દરજ્જાના પોલીસ અધિકારી/કર્મચારીના દૈનિક પગાર-ભથ્થાં તરીકે ચૂકવવામાં આવતી પૂરી રકમ ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી પૂરેપૂરી વસૂલ કરવામાં આવે છે.

મિલકત અને જમીનના વિવાદ અનુસંધાને કોઈ પક્ષકાર દ્વારા સ્વરક્ષણ માટે પોલીસ માગવામાં આવે ત્યારે તેના કોર્ટ કેસ કે અન્ય અર્ધન્યાયિક સત્તા સમક્ષ ચાલતી કાર્યવાહીની વિગત ઘ્યાન પર લઈ સ્થાનિક પોલીસનો અમુક વ્યક્તિના રક્ષણ માટે પોલીસ પૂરી પાડવા અભિપ્રાય હોય તો મિલકતના કબજા બાબતે પોલીસ પક્ષકાર ન બને તે રીતે નાણાં ચુકવણીથી રક્ષણ આપી શકાય છે. આ પ્રકારનું પોલીસ રક્ષણ વ્યક્તિની સલામતી માટે જ  છે. અને કોર્ટના હુકમ વિના મિલકતના કબજા કરવા માટે જતી વખતે તે મળી શકે નહીં તેમ સમજવું. આ સંબંધે કોર્ટમાં કોઈ વિવાદ ચાલુ હોય તો રક્ષણ આપતાં પહેલાં જરૂર જણાય તો કાનૂની તજજ્ઞનો અભિપ્રાય પણ લેવામાં આવે છે.

નાણાં ચૂકવી આપવામાં આવતાં પોલીસ રક્ષણ સંબંધે તેના દર પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વખતોવખત રિવાઇઝ કરવામાંઆવે છે.

 

પોલીસ અધિક્ષક, પશ્વિમ કચ્છ ભુજની કચેરી ખાતે ઓન પેમેન્ટ બંદોબસ્તની માહીતી દર્શાવતુ પત્રક

અધિકારી/ કર્મચારીઓ હોદો

પો.ઈ. રૂપિયા

પો.સ.ઈ. રૂપિયા

પો.હે.કો. ગ્રેડ-૧  રૂપિયા

પો.હે.કો. રૂપિયા

પો.કો. રૂપિયા

પગાર ગ્રેડ

44900

 YL 142400

39900 YL 126600

25500

YL 81100

21700 YL 69100

18000 YL 56900

1.

સરેરાશ પગાર

93650

83250

53300

45400

37450

2.

મોઘવારી (૭ % લેખે)

6556

5828

3731

3178

2622

3.

મેડીકલ એલા.

300

300

300

300

300

4.

મકાન ભાડુ

2665

2665

1510

1470

1470

5.

વળતર ભથ્‍થુ

75

75

75

75

75

6.

સાયકલ એલા.

00

00

20

20

20

7.

વોશીંગ એલા.

40

40

25

25

25

8.

વાહન ભથ્‍થુ

400

400

400

400

400

9.

કુલ્‍લ રૂપિયા ( ૧+૮ સુધી)

103686

92558

59361

50868

42362

10.

ગુજરાત સરકારશ્રીનાં ગૃહ વિભાગના તા.૧/૧૦/૯૯ ના ઠરાવ ક્રમાંક : મહક/૧૦૯૮/૮૭૬/સ મુજબ લેવાની રકમ બે ગણી કરતા વસુલ પાત્ર રકમ

207372

185116

118722

101736

84724

 

 

પોલીસ ગાર્ડના એક દિવસના ગાર્ડ ચાર્જીસ

 

અનું

હોદો

પગાર

28  દિવસ

29  દિવસ

30 દિવસ

31દિવસ

1.

પો.ઈ

207372

7406

7151

6912

6689

2.

પો.સ.ઈ.

185116

6611

6383

6171

5971

3.

હે.કો.ફ.ગ્રેડ (એએસઆઈ-૧)

118722

4240

4094

3957

3830

4.

હે.કો.ફ.ગ્રેડ (એએસઆઈ-ર)

101736

3633

3508

3391

3282

5.

પોલીસ કોન્‍સ.

84724

3026

2922

2824

2733

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 14-11-2018