નાયબ પોલીસ અધિકારીશ્રી (મુખ્ય મથક)
જીલ્લા પોલીસ અધિક્ષકની અનઉપસ્થિતીમાં તેઓને કોઈપણ ફરીયાદ કે રજુઆત કે માહિતી આપી શકાય છે. ઉપરાંત જીલ્લાના કોઈપણ પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી, રજુઆત, ફરીયાદ કરી હોય તો તે અંગેનો રીપોર્ટ કચેરી સમય દરમ્યાન તેઓ પાસેથી મેળવી શકાય છે. જીલ્લા પોલીસ અધિકારીની કચેરીમાંથી કોઈ પેન્ડીંગ બીલ કે બીજા પ્રકરણો જેવા કે એન.ઓ.સી., મનોરંજન લાયસન્સ વિગેરે બાબતો અંગે કે પોલીસ ખાતા અંગેની કોઈ વહીવટી બાબતો અંગે તેઓ પાસેથી માહિતી મેળવી શકાય છે. નાયબ પોલીસ અધિકારી, કચેરી સમય દરમ્યાન જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાંજ ફરજ બજાવે છે. જયારે પણ જરુરત હોય તો કચેરી સમય દરમ્યાન તેઓનો સંપર્ક સાધી શકાય છે. અને તેઓની આ માહિતી મેળવવાનો અધિકાર અધિનીયમ-ર૦૦પ ની કલમ પ(૧) હેઠળ પબ્લીક માહિતી અધિકારી તરીકે તેઓની નિમણુંક કરવામાં આવેલ છે.
શ્રી બી.જે. પઠાણ,
નાયબ પોલીસ અધિક્ષક,
મુખ્ય મથક,જામનગર.
ફોન નં. ઓ. રપપ૦૩૧૭, ધર. રપપ૦૩૦૦
ટ્રાફીક શાખા બ્રાંચ -
જામનગર શહેરમા ટ્રાફિકનુ નિયમન કરવા માટે ટ્રાફિક બ્રાંચની રચના કરવામા આવી છે. ટ્રાફીક શાખામાં એક પોલીસ ઈન્સપેકટર તથા બે પોલીસ સબ ઈન્સપેકટર તેમજ એએસઆઈ/ હેડકોન્સ/પોલીસ કોન્સ સંવર્ગના કર્મચારીઓ ફરજ બજાવે છે. ટ્રાફીકના નિયમન અંગે કોઈ સુચન રજુઆત કરવી હોય તો ટ્રાફીક ઈન્સપેકટરનો સંર્પક સાધી શકાય છે.દિન-પ્રતિ-દિન વધતા જતા ટ્રાફીક અંગે તેના સરળ નિયમન માટે કોઈ પાસે આવકાર્ય સુચન હોય તો ટ્રાફીક બ્રાંચમા કચેરી સમયે રૂબરૂમા મળી કે ટપાલ મારફતે પણ મોકલી શકાય છે.
લોકલ ક્રાઈમ શાખા (એલ.સી.બી.) શાખા -
આ લોકલ ક્રાઈમ શાખા (એલ.સી.બી) જીલ્લામાં પોલીસ અધિક્ષકશ્રીના વડપણ હેઠળ કાર્યરત છે.જેમાં એક પોલીસ ઈન્સપેકટર, એક પોલીસ સબ ઈન્સપેકટર તેમજ એએસઆઈ/હેડ કોન્સ/પોલીસ કોન્સ સંવર્ગના કર્મચારીઓ ફરજ ઉપર કાર્યરત છે આ શાખાની મુખ્ય કામગીરી જીલ્લામાં બનતા વણશોધાયેલ ગુન્હાઓ જેવા કે ધાડ, લુંટ, ધરફોડ ચોરીઓ તેમજ વણશોધાયેલ ખુનના ગુન્હાઓ શોધવાની છે. આ ઉપરાંત અસામાજીક તત્વો જેવા કે માથાભારે અને ગુંડા તત્વોને અંકુશમાં લેવા માટેના સખ્ત અટકાયતી પગલાઓ લેવાની કામગીરી કરે છે. તેમજ નાસતા ફરતા આરોપીઓ તેમજ ગેંગો શોધવી તેમજ નારકોટીકસ, જુગાર તથા દારુ ગાળનારા, વહેંચનારાગુન્હેગારો તેમજ વેશ્યાવળતિ પકડવાની કામગીરી કરે છે. કોઈપણ નાગરીક રૂબરૂમાં આવી અગર તો ટેલીફોનથી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનાર ગુન્હેગારો કે તેઓની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંગે ગુપ્ત માહિતી આપી શકે છે. અને આવી માહિતી આપનાર વ્યકિતનું નામ-ઠામ અતિ ગુપ્ત રાખવામાં આવે છે.
સ્થાનિક ઈન્ટેલીજન્સ શાખા( એલ.આઈ.બી. )
આ બ્રાંચમા એક પોલીસ ઈન્સપેકટર,તેમજ એએસઆઈ/ હેડ કોન્સ/પોલીસ કોન્સ સંવર્ગના કર્મચારીઓ ફરજ બજાવે છે આ શાખાની મુખ્ય કામગીરી નીચે મુજબ છે.
• જુદી જુદી રાજકીય પ્રવૃત્તિઓની ગુપ્ત માહિતી એકત્ર કરવી
• પાકીસ્તાની નાગરીકો તેમજ વિદેશી નાગરીકોના રજીસ્ટ્રેશન તેમજ વિઝા સંબંધી કાર્યવાહી
• ભારતીય પાસપોર્ટ અંગે પોલીસ રીર્પોટ મોકલવો
• સરકારી-અર્ધસરકારી કચેરી તરફથી મળેલ કેરેકટર વેરીફીકેશન રોલ તપાસ કરી મોકલવા
• જીલ્લામા વી.વી.આઈ.પી તેમજ અગત્યની ધાર્મિક કે બીજા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી પોલીસના માણસોની ફાળવણી કરવી
• ભુર્ગભમા ચાલતી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ બાબતની ગુપ્ત માહિતી આ શાખાને આપી શકે છે આપની ઓળખ ગુપ્ત રાખવામા આવશે.
• આંતકવાદી પ્રવૃત્તિ, દેશદ્રોહી પ્રવૃત્તિ,વિદેશી નાગરીકો ગેરકાયદેસર રીતે રહેતા હોય તેવી કોઈપણ બાબતની માહિતી આ શાખાના પોલીસ ઈન્સપેકટર અથવા પોલીસ અધિક્ષક શ્રીને સીધી આપવા વિનંતી છે.
• કોઈપણ ગેરપ્રવૃત્તિ રાજકીય ગતીવિધી,મજુર તેમજ વિર્ધાથી યુનિયનની પ્રવૃત્તિ બાબતની માહિતી આપ ગુપ્ત રીતે ટેલીફોનથી અગર રૂબરૂમા આપી શકો છો.
|