હું શોધું છું

હોમ  |

પોલીસ સ્ટેશન ફરીયાદ અને પોલીસ તપાસ
Rating :  Star Star Star Star Star   

ફરીયાદ અને તપાસ

    ફરીયાદ -- ફરીયાદ ના બે પ્રકાર છે

 • પોલીસ અધિકારના(કોગ્નીઝેબલ)

 • પોલીસ અધિકાર બહારના (નોન કોગ્નીઝેબલ ફરીયાદ)

    પોલીસ અધિકારના ગુનામા(કોગ્નીઝેબલ) ફરીયાદ --  પોલીસ અધિકારના ગુન્હાને ""કોગ્નીઝેબલ ગુન્હો/ફરીયાદ કહે છે. જેમાં ગુન્હાના આરોપીઓને વગર વોરંટે પકડવાની પોલીસ વિભાગને સતા છે.

 • પોલીસ સ્ટેશનમાં કોગ્નીઝેબલ ગુન્હો બનતા વહેલામાં વહેલી તકે ફરીયાદ નોંધાવવી જોઈએ કે જેથી આરોપીઓ દુર ભાગી શકે નહીં તથા પુરાવાનો નાશ થાય નહી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારીશ્રી ને લેખીત કે મૌખીક રીતે આપી શકાય છે. મૌખીક ફરીયાદ એ જ વખતે લખીને ફરીયાદ કરનારને વાંચી સંભળાવી એમની સહી લેવામાં આવે છે. અને તેની નકલ ફરીયાદીને જે તે વખતે જ નિ-શુલ્ક આપવામાં આવે છે. અને જે ફરીયાદીએ તે જ સમયે મેળવી લેવી જોઈએ. આવી ફરીયાદ ટપાલ મારફતે પણ મોકલી શકાય છે.

 • પોલીસ સ્ટેશનમાં કોગ્નીઝેબલ ગુન્હાની ફરીયાદ પોલીસ સ્ટેશન ઓફીસરે લઈ ગુન્હો નોંધી તપાસની આગૃની કાર્યવાહી તુરતજ શરુ કરવામાં આવે છે.

    પોલીસ અધિકારના બહારના ગુનામા( નોન કોગ્નીઝેબલ) ફરીયાદ --  પોલીસ અધિકાર બહારના ગુન્હાને ""નોન કોગ્નીઝેબલ ગુન્હો/ફરીયાદ કહે છે. જેમાં પોલીસ વિભાગને આરોપીઓને કોર્ટના વોરંટ વગર પકડવાની સતા મળતી નથી.

 • પોલીસ સ્ટેશનમાં નોન કોગ્નીઝેબલ ગુન્હાની ફરીયાદ પણ પોલીસ સ્ટેશનમાં આપી શકાય છે. આવી ફરીયાદની નોંધ "નોન કોગ્નીઝેબલ રજીસ્ટર" માં કરવામાં આવે છે. પરંતુ તેમાં ગુન્હો નોંધવામાં આવતો નથી. આવી ફરીયાદોની તપાસ કોર્ટની પરવાનગી લીધા પછી કરી શકાય છે. અને જો આવા ગુન્હાની તપાસ કરાવવી હોય તો ફરીયાદી જાતે કોર્ટ મારફતે ફરીયાદ કરી દાદ મેળવી શકે છે.

  • દરેક કોગ્નીઝેબલ ગુન્હાની તપાસની શરુઆત એફ.આઈ.આર. થી થાય છે. જે સી.આર.પી.સી. કલમ ૧પ૪ મુજબની હોય છે.

  • પોલીસ અધિકારનો કોઈ ગુન્હો થયેલ હોય તો તે અંગેની ખબર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારીનેજો મૌખીક રીતે આપવામાં આવે તો પણ તે લખી શકાશે તેમજ પોતાની દેખરેખ નીચે લાખવી શકાશે. અને ખબર આપનારને વાંચી સંભળાવાશે. અને એવી દરેક લેખીત કે લખી લેવાયેલ ખબર આપનારને સહી કરવાની રહેશે.

  • ફરીયાદ ખાસ કરીને ભોગ બનનાર અગર તો બનાવ બન્યો હોય ત્યારે હાજર હોય તે વ્યકિત અગર તો ભોગ બનનારના સબંધી અથવા મિત્ર કે જે આ બનાવ વિશે જાણતા હોય  તે વ્યકિતએ ફરીયાદ કરવી જોઈએ.

  • ધણા કિસ્સાઓમાં બીનવારસુ લાશ મળે અને તેમાં ગુન્હાહીત મળત્યુ હોય તેવા સંજોગોમાં અથવા બનાવ સ્થળે પોલીસ સિવાય બીજા કોઈ ફરીયાદી હાજર ન હોય એવા સંજોગોમાં પોલીસ ફરીયાદી બને છે.

  • ફરીયાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ઓફીસરને અગર તો બનાવ સ્થળે હાજર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારીને સ્થળ પર પણ આપી શકાય છે.

ફરીયાદીએ ફરીયાદ આપતી વખતે ઘ્યાનમાં રાખવાની બાબતો --

 • બનાવ બન્યા બાદ તુરંત જ નજીકના પોલીસ સ્ટેશને જઈ ફરીયાદ આપવી જોઈએ.

 • જો ખબર હોય તો ફરીયાદમાં બનાવનું કારણ તથા હેતુ જણાવવો.

 • બનાવ અંગે સત્ય હકિકત જ જણાવવી અને બનાવ વખતે હાજર રહેલ સાક્ષીઓના નામની જાણકારી હોય તો તે પણ જણાવવી.

 • બનાવ વાળી જગ્યાએ પોલીસ આવે ત્યાંસુધી તે જગ્યા જે તે હાલતમાં જાળવી રાખવી. જેથી પુરાવાનો નાશ ન થાય.

 • ફરીયાદ લખાઈ ગયા બાદ ફરીયાદ વાંચીને સહી કરવી. જો અભણ હોય તો ફરીયાદ અન્ય પાસે વંચાવીને સહી કરવી.

 • ફરીયાદીની નકલ ફરીયાદીને ફરીયાદ દાખલ કરનાર અધિકારીએ વિના મુલ્યે આપવાની રહે છે.

 • જો ફરીયાદીએ જાણી જોઈને દવેશ બુઘ્ધિથી, ખોટી ફરીયાદ લખાવેલનું જણાય તો ""બી"" ફાયનલની માંગણી કરી ફરીયાદીની વિરુઘ્ધમાં કોર્ટ રાહે પગલાં લેવાની પણ કાર્યવાહી પોલીસ વિભાગ તરફથી કરવામાં આવે છે.

તપાસ --

કોગ્નીઝેબલ ગુન્હો નોંધાયા બાદ પોલીસ અધિકારી દવારા તુરંત જ તપાસ શરુ કરવામાં આવે છે. જેમાં બનાવવાળી જગ્યાનું પંચનામુ તથા કેસને લગતા સાહેદોના નિવેદનો તેમજ અમુક કિસ્સઓમાં ફોરેન્સીક એક્ષ્પાર્ટની મદદ મેળવી ફરીયાદ મુજબ પુરાવા એકત્રીત કરી જો આરોપી ગુન્હેગાર હોવાનું જણાય આવે તો કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે છે. અને જો ફરીયાદની હકિકત પ્રમાણે પુરાવા ન મળી આવે કે આરોપી શોધી શકાય તેમ ન હોય અથવા તો ફરીયાદ ખોટી જણાય કે હકિકત દિવાની પ્રકારની જણાય તો તેવા સંજોગોમાં તપાસ કરનાર અધિકારી તરફથી સમરી માંગવામાં આવે છે.

- વર્ગ "એ" સમરી-

જો નજીકના ભવિષ્યમાં આરોપી ન મળી આવે તેવી શકયતા હોય ત્યારે તપાસ ચાલુ રાખવાની શરતે આ સમરી માંગવામાં આવે છે.

- વર્ગ "બી" સમરી-

જો ફરીયાદ ખોટી હોય ત્યારે આ સમરી માંગવામાં આવે છે.

- વર્ગ "સી" સમરી-

હકિકતની ભુલના કારણે ફરીયાદ થયેલ હોય કે તપાસના અંતે હકિકત દિવાની પ્રકારની જણાય ત્યારે આ સમરી માંગવામાં આવે છે.

- વર્ગ "એન.સી." સમરી-

તપાસના અંતે "નોન કોગ્નીઝેબલ" પ્રકારનો ગુન્હો બનેલ હોવાનું જણાય ત્યારે આ સમરી માંગવામાં આવે છે.

 • ગુન્હો દાખલ થયા બાદ દિન ૧૪ સુધીમાં ગુન્હાની તપાસ પુર્ણ કરવાની હોય છે. પરંતુ કેટલાક ગુન્હાની તપાસ આ સમય-મર્યાદામાં પુર્ણ ન થાય ત્યારે ઉપરી અધિકારીશ્રીપાસેથીવધુ મુદત માંગીને તપાસ ચાલુ રાખવામાં આવેછે.

 • સી.આર.પી.સી. કલમ ૧૭૩(૧)(બ) હેઠળ તપાસ પુર્ણ થયા બાદ ફરીયાદીને તપાસનું અંતિમ પરિણામ જણાવવામાં આવે છે.

 • જો તપાસ કરનાર અધિકારનાં નિર્ણયથી ફરીયાદીને સંતોષ ન હોય તો પોલીસ અધિક્ષકશ્રી કે નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે સબંધીત મેજીસ્ટ્રેટશ્રીને રજુઆત કરી શકે છે.

 • તપાસ અર્થે ૧પ વર્ષથી ઓછી ઉમરના પુરુષ (બાળક) ને અગર કોઈપણ ઉમરની સ્ત્રીને તેના રહેવાના સ્થળે જ હાજર રહેવા અંગે તપાસ કરનાર અધિકારી તપાસ માટે ફરમાવી શકે છે.

ધરપકડ --

    પોલીસ બે રીતે ધરપકડ કરી શકે છે.- (૧) વોરંટ વગર. (ર) વોરંટથી.

 • સી.આર.પી.સી. કલમ ૪૧(ર) હેઠળ પોલીસ વગર વોરંટે પકડવાનો અધિકાર ધરાવે છે.

 • કોગ્નીઝેબલ ગુન્હામાં તેમજ સુલેહ ભંગ બદલ સી.આર.પી.સી. ની કલમ ૧પ૧ હેઠળ વગર વોરંટે ધરપકડ કરવાની સતા ધરાવે છે.

 • કોઈપણ વ્યકિત માટે સબંધીત ના.કોર્ટ એ ઈસ્યુ કરેલ ધરપકડ વોરંટના આધારે પણ પોલીસ વિભાગને ધરપકડના અધિકાર મળે છે. જેમાં જો જામીનપાત્ર વોરંટ હોયતો વોરંટની શરતે તે વ્યકિત જામીન ઉપર મુકત થવા અધિકળત છે. અને જો બીન જામીનપાત્ર વોરંટ હેઠળ ધરપકડ કરેલી વ્યકિત હોય તો ઈસમને ર૪ કલાકની અંદર વોરંટ ઈસ્યુ કરનાર ના.કોર્ટ સમક્ષ રજુ કરવાનો રહે છે.

 • વગર વોરંટે ધરપકડ કરવામાં આવેલા ગુન્હેગાર કે વ્યકિતને ર૪ કલાકમાં જે તે હકુમત ધરાવતી કોર્ટ સમક્ષ રજુ કરવાની હોય છે.

 • જો ગુન્હો જામીન લાયક હોય તો તપાસ પુરી થયેથી પકડાયેલ આરોપીને યોગ્ય જામીન રજુ થયેથી જામીન ઉપર મુકત કરવાનો છે.

 • ગુન્હામાં ધરપકડ કરાયેલ વ્યકિતને ર૪ કલાક માં ના. કોર્ટ સમક્ષ રજુ કરવાનો હોય છે. જો તપાસ અર્થે આરોપીને ર૪ કલાક કરતા વધુ સમય માટે પોલીસ કસ્ટડીમાં રાખવાનો હોય તો કોર્ટની પરવાનગી લઈને પોલીસ કસ્ટડીમાં રાખી શકાય છે.

 • ના. સુપ્રિમ કોર્ટે આપેલ સુચના પ્રમાણે કોઈપણ વ્યકિતની ધરપકડ થાય ત્યારે તેને શા માટે પકડવામાં આવેલ છે. તેની જાણ તેના સગાને કરવાની રહે છે. તેમજ અટક મેમો ઉપર પકડાયેલ વ્યકિતની સહી લેવાની હોય છે. પકડાયેલ વ્યકિતના સગા સબંધીને તાત્કાલીક ધરપકડ બાબતે જાણ કરવાની રહે છે. શહેરમંા દરરોજ પકડાયેલ બધી વ્યકિતોઓના નામ સીટી કંટ્રોલ રુમ તેમજ સ્ટેટ કંટ્રોલ રુમમાં ઉપલબ્ધ હોય છે. દર ૪૮ કલાકે રીમાન્ડ દરમ્યાન અટકાયતીની ફરજીયાત મેડીકલ તપાસણી તપાસ કરનારે કરાવવાની રહે છ. રીમાન્ડ દરમ્યાન મેજીસ્ટ્રેટશ્રીની પરવાનગી મેળવ્યા પછી જ અટકાયતીને હાથકડી અને રસ્સી લગાડી શકાય છે.

જડતી --

 • સી.આર.પી.સી.ના પ્રકરણ ૭ માં જડતી અંગેની સતા આપવામાં આવેલ છે. જે જોગવાઈઓ કલમ ૯૩ થી ૧૦ર માં આપવામાં આવેલ છે. તે મુજબ વોરંટથી કે ઠરાવથી જડતી કરી શકાય છે.

 • જયારે કોઈ મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હોય ત્યારે તેણીની અંગ જડતી મહિલા પોલીસ દવારા જ કરાવવાની હોય છે. કોઈપણ મહિલા આરોપીને પોતાની અંગ જડતી મહિલા પોલીસ પાસે કરાવવાનો અધિકાર છે.

મુદામાલ કબજે લેવા અંગે --

 • કેટલાક ગુન્હાઓમાં ગુન્હાવાળી જગ્યાએથી તેમજ મિલ્કત વિરુઘ્ધના ગુન્હાઓમાં ચોરીમાં ગયેલ મુદામાલ કબજે લેવાની પોલીસને કાયદાનુસાર સતા આપવામાં આવેલ છે. જે અંગે કબજે કરવામાં આવેલ મુદામાલની નોંધ મુદામાલ પાવતીમાં કરવાની હોય છે. અને મુદામાલ પાવતીની એક નકલ જેની પાસેથી કબજે લીધેલ મુદામાલ હોય, તેને તે પાવતી આપવાની હોય છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 13-06-2006