હું શોધું છું

હોમ  |

મહત્વના ધારાઓની જોગવાઈઓ
Rating :  Star Star Star Star Star   

 • ભારતીય ફોજદારી ધારો(૧૮૬૧) - (આઈ.પી.સી.)- ભારતીય ફોજદારી૧૮૬૧ ભારતનો મુખ્ય ફોજદારી કાયદો છે. આ કાયદા હેઠળ બનતા ખાસ ગુનાઓની યાદી તેમજ તેમા કરેલ શિક્ષાની જોગવાઈઓ પરિશિષ્ટમા સામેલ છે.

 • બોમ્બે પોલીસ એકટ(૧૯પ૬) - (બી.પી.એકટ.)- બોમ્બે પોલીસ એકટમા કુલ ૮ પ્રકરણ છે. જેમા પ્રકરણ રમા પોલીસદળની દેખરેખ, નિયંત્રણ અને રચના અંગેની કલમો છે. પ્રકરણ ૩મા પોલીસદળનુ નિયમન કરવા બાબતની તથા તેના ઉપરના નિયંત્રણ રાખવા બાબતની તથા શિસ્ત બાબતની જોગવાઈઓ છે.પ્રકરણ ૪મા પોલીસ અધિકારો આપવામા આવેલા છે.
  સમાજમા સામાન્ય સંજોગોમા સાર્વજનિક જગ્યામા થતા સામાન્ય ત્રાસદાયક કળત્યો, અડચણ,હરકત, વિગેરેના કારણે જાહેર જનતા આવી સામાન્ય હરકતો અંગે ખાસ જાણકારી નહી હોવાને કારણે ફરીયાદ કરવાનુ ટાળતા હોય છે. આવા કિસ્સાઓમા નીચે જણાવેલ અડચણો અને કળત્યો અંગે પોલીસ અધિકાર બોમ્બે પોલીસ એકટ હેઠળ કાર્યવાહી કરી શકે છે.

  • ઢોરને રસ્તામા સાર્વજનિક જગ્યામા રખડતુ મુકવુ.

  • જાનવરમારફત અડચણ ઉભી કરવી.

  • પગવાટ ઉપર અડચણ કરવી.

  • કોઈની નકલ કરવી/ગાનતાન ખેલ કરવા.

  • રસ્તા ઉપર જાનવરોનો વધ કરવો,જાનવરનુ મડદુ અથવા ચામડુ સાફ કરવુ.

  • કરડતુ કુતરૂ જાહેરમા ફરવા દેવુ કે ધોડા છુટા રાખવા.

  • જાહેરમા ન્હાવા કે ધોવા અલાયદી નહી રાખેલ હોય તેવી ખુલ્લી જાહેર જગ્યામા ન્હાવુ,મળમુત્ર કરવુ,જાહેરમા થુંકવુ.

  • સાર્વજનિક કુવાનુ પાણી ખરાબ કરવુ.

  • જાહેરમા નિર્લજજ પણે વર્તવુ.

  • જાહેર રસ્તામા આવનાર વ્યકિતને જાણીબુઝીને ધકકા મારવા, તોફાની ચાલ ચાલવી,ભય ઉદભવે તેવા કળત્યો કરવા.

  • સુલેહ ભંગ કરવાના ઈરાદાથી ગેરવર્તન કરવુ.

  • જાહેર જગ્યાએ કે રોડ ઉપર અકસ્માતની સંભાવનાઓ હોય તે રીતે ફટાકડા ફોડવા.

  • જાહેરમા ગંદવાડ ફેકવો.

  • સાર્વજનિક આનંદ પ્રમોદની જગ્યામા અવ્યવસ્થિત વર્તણુક કરવી.

  • સોસાયટીમા કે જાહેરમા ઉચા અવાજે માઈક કે ટેપ વગાડવી.

  • સાયલન્ટ ઝોનમા ઉંચા અવાજવાળા હોર્ન વગાડવા.

  • સરકારી કચેરીમા ધુમ્રપાન કરવુ.

  • સિનેમાગૃહોમા ધુમ્રપાન કરવુ અને અન્ય પ્રેક્ષકોને અડચણ થાય તેવા ચેનચાળા કરવા.

 • બોમ્બે પોહીબીશન એકટ(૧૯૪૯) - આ અધિનિયમ મુંબઈ નશાબંધી અધિનિયમ ૧૯૪૯ કહેવાય છે. આ અધિનિયમ સમગ્ર ગુજરાતમાં લાગુ પડે છે. ગુજરાત રાજયમાં દારૂ પીવો, વેચવો કે બનાવવો કે બનાવવાના સાધનો રાખવા તે ગુનો છે. નીચે મુજબના ગુનાઓ સામાન્ય રીતે આ કાયદાની કલમો હેઠળ બને છે.

  • દારૂ પીવો પ્રોહિ. કલમ ૮પ(૧)(૩)

  • દારૂ કબ્જામાં રાખવો પ્રોહિ. કલમ ૬૬(૧)(બ)

  • દારૂ બનાવવાનો વોશ રાખવો પ્રોહિ. કલમ ૬પ(એફ)

  • પરપ્રાંતનો વિદેશી દારૂ વેચવો કે કબ્જામાં રાખવો. પ્રોહિ. કલમ ૬૬(૧)(બી)૬પ(એ)(ઈ)

  • દારૂ ગાળવાની ભઠી પ્રોહિ. કલમ ૬પ(બી)(ઈ)(એફ)

  ઉપર જણાવેલ કલમો સિવાય પ્રોહિ. એકટના કાયદામાં કુલ ૧૧ પ્રકરણો આવેલા છે. અને તેમાં જુદી જુદી કલમો હેઠળ ગુનાઓ અંગે જણાવેલ છે. તેમજ કેટલીક કલમો ઘ્વારા ઝડતી કરવા તેમજ પકડવા માટેના અધિકારો આપેલા છે.

  પોલીસ વગર વોરંટે પ્રોહિ. કલમ ૧ર૦ નો ઠરાવ કરી પંચો સાથે કોઈ મકાનમાં પ્રોહિ. અંગે રેડકરી કાનુની કાર્યવાહી કરીશકે છે.

 • બોમ્બે ગેમ્બલીંગ એકટ(૧૯૮૭) - સમગ્ર ગુજરાતમાં લાગુ પડે છે. જેમાં નાસીબના જોરે કે આંક ફરકનો જુગાર રમતા કે રમાડા વ્યકિતના વિરૂદધમાં પગલા લેવા માટેની તેમજ જુગાર ચાલતા હોય તેવા મકાન / જગ્યામાં રેડ કરવાની સતા આપવામાં આવે છે.
  આંક ફરકનો જુગાર,પતા પન્નાનો જુગાર તથા મશીનોથી રમાતો જુગારો કે સરતો લગાવીને રમાતો જુગાર અંગેની પ્રવૃત્તિ અંગે માહીતી હોય તો તુરતજ પોલીસ કંટ્રોલ રૂમ અગરતો જી૯લા પોલીસ અધિકારી અથવા તો જે તે પો.સ્ટેના અધિકારી કે વિભાગીય પોલીસ અધિકારી તેમજ સર્કલ પોલીસ ઇન્સ.ને ટેલીફોન અગરતો રૂબરૂ બાતમી આપી શકો છો.

 • નારકોટીકસ ડ્રગ એન્ડ સાયકોટ્રોપીકસ સબસ્ત્નસ એકટ (૧૯૮૫)- ડ્રગ્સનો રાક્ષક ભારતના યુવા ધનને બરબાદ કરે નહી તે માટે ડ્રગ્સ વેચનાર, બનાવનાર, વહન કરનારોઓને નાથવા માટે ભારત સરકારે સને ૧૯૮૫ માં આ કાયદો બહાર પાડેલ છે. આ કાયદામાં ડ્રગ્સ વેચનાર તેમજ ડ્રગ્સ લઇજનાર ઉપર કડકમાં કડક સજાની જોગવાઇઓનો સમાવેસ કરવામાં આવે છે. આ સજાઓમાં જન્મટીપ સુધીની પણ સજાનો સમાવેસ થાય છે. તેમજ ડ્રગ્સ લેનાર વિરૂદધ પણ સજાની જોગવાઇ છે.
  આ કાયદામાં ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન, બ્રાઉનસુગર, સ્મેક વિગેરે જેવા નશા કારક ડ્રગ્સ લઇ જવા લાવવા, કબજામાં રાખવા, વેચાણ કરવા, કે તેને બનાવવા કે તેને બનાવવાના સાધનો રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ બધા ગુનાઓ બીન જામીન પાત્ર છે.

 • આર્મ્સ એકટ (૧૯૫૯) - આ કાયદો ગેરકાયદેશર રીતે રાખવામાં આવતા શત્રો કે દારૂગોળા અંગેની સજાની જોગવાઇઓ કરતો કાયદો છે. કોઇ પણ વ્યકિત આ કાયદામાં જણાવ્યા મુજબ ગેર કાયદેસર પ્રોહીબીટેડ બોરના હથીયારો, દારૂગોળો પોતાની પાસે રાખી શકે નહી. વેચી શકે નહી કે આયાત કરી શકે નહી. તેમજ આ કાયદામાં હથીયાર લાયસંન્સ અંગેની પણ જોગવાઇઓનો સમાવેસ કરવામાં આવેલ છે. આ કાયદાના પ્રક્રરણ -૫ માં ગુના અને શિક્ષાના મથાળા હેઠળ કલમ ૨૫મા ગુનાઓની શિક્ષાની જોગવાઇઓ કરવામા.આવેલ છે.
  કલમ ૨૭ કાયદા વિરૂદધના હેતુ માટે ઉપયોગ કરવાના ઇરાદાથી શસ્ત્રો વિગેરે કબજામાં રાખવા માટેની શિક્ષા જે સાત વર્ષ સુધીની છે.
  કલમ -૩૦ લાયસંન્સ અથવા નીયમના ઉ૯લંધન માટે શિક્ષા છે જે છ મહિના સુધીની કેદ અથવા રૂા. ૨૦૦૦/- સુધીનો દંડ છે.

 • મોટર વ્હીકલ એકટ -મોટર વ્હીકલ એકટ અંગેની જોગવાઇઓના મહત્વની કલમોનુ લીસ્ટ પરીશિષ્ટમં સામેલ છે.

મહિલાઓ માટે કાયદાની વિશિષ્ટ જોગવાઈઓ -

સરકારશ્રી તરફથી મહિલાઓ ઉપર થતા અત્યાચારો, અપમળત્યુના બનાવો, દહેજ પ્રથા અટકાવવા, બાળ લગ્નો, વેશ્યાવળતિ રોકવા માટે અલગ-અલગ કાયદાઓની જોગવાઈઓ કરવામાં આવેલ છે. પોલીસમાં આ બાબતે ફરીયાદ કરી શકાય છે. મહિલાઓ વિરુઘ્ધ બનતા બનાવો અટકાવવા માટે ભારતીય ફોજદારી ધારામાં પાછળથી નવી કલમો ઉમેરવામાં આવેલ છે. જેમાં સજાની આકરી જોગવાઈઓ કરવામાં આવેલ છે. સાસરીયા પક્ષ અને પતિ દવારા ત્રાસ તેમજ દહેજની માંગણીના લીધે આપધાતના બનાવો માટે ખાસ જોગવાઈ કરેલ છે. આ કિસ્સાઓમાં ભારતીય પુરાવાના કાયદામાં પણ નવી કલમ ઉમેરી ના સાબીતીનો બોજ આરોપીના શીરે નાંખવામાં આવેલ છે. તેવીજ રીતે બળાત્કારના ગુન્હામાં પણ નાસાબીતીનો બોજ આરોપી ઉપર મુકેલ છે. કબજેદાર દવારા કરેલ બળાત્કારમાં પણ વધુ કડક શિક્ષાની જોગવાઈ છે.

ભારતીય ફોજદારી ધારો - (આઈ.પી.સી).

 • કલમ ૪૯૮-ક - કૌટુંબીક ખાસ કરીને સાસરીયા પક્ષ તરફથી માનસીક-શારિરીક ત્રાસ આપવામાં આવતો હોય ત્યારે.

 • કલમ ૩પ૪ - સ્ત્રીની છેડતીના કિસ્સામાં

 • કલમ ૩૦૬ - સ્ત્રીને આપધાત કરવા મજબુર કરવા બાબતે

 • કલમ ૩૦૪-બ - દહેજના લીધે મળત્યુ

 • કલમ ૩૭૬ - બળાત્કાર બાબત

 • કલમ ૪૦૬ - સ્ત્રી ધન પરત મેળવવા માટે

 • કલમ પ૦૯ - કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી કોઈ શબ્દ ઉચ્ચારવો અથવા કોઈ ચેષ્ટા કરવી.

ક્રિમીનલ પ્રોસીજર - (સી.આર.પી.સી.)

સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ કોઈપણ સ્ત્રીનો સાત વર્ષનો લગ્ન ગાળો હોય અને અપમળત્યુ થાય તો વિશેષ તપાસની જોગવાઈ કરવામાં આવેલ છે. ગુજરાતમાં કોઈપણ સ્ત્રીનો લગ્ન ગાળો ૧૦ વર્ષનો હોય અથવા ૩૦ વર્ષથી નાની ઉમર હોય તેમજ તેઓ સાસુ, સસરા સાથે રહેતી હોય અને અકુદરતી રીતે મળત્યુ પામે તો તેવા દરેક કેસમાં અપમળત્યુ (એ.ડી.) નોંધી તપાસ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને કરવાની રહે છે. મરનાર સ્ત્રીની લાશનું પોષ્ટમોર્ટમ બે ડોકટરોની પેનલથી કરાવવાનું ફરજીયાત છે. ઈન્કવેસ્ટ પંચનામુ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને ફરજીયાત કરવાનું છે. ઉપરાંત બનાવની જાણ થતાં જ મહિલા સુરક્ષા સમિતીના સભ્યોને પણ જાણ કરવાની રહે છે. આ તપાસ પુરી થાય પછી કાગળો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને મોકલવામાં આવે છે.

પ્રિવેન્શન ઓફ ઈમ્મોરલ ટ્રાફીક એકટ.

સ્ત્રી કે છોકરી પાસેથી વેશ્યાવળતીનો ધંધો કરાવવાનો ગંભીર ગુન્હો બને છે. આ હેતુથી આ વિશેષ કાયદો ધડવામાં આવેલ છે.

બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ.

ર૧ વર્ષથી નાની ઉમરનો છોકરો અને ૧૮ વર્ષથી નાની ઉમરની છોકરી આ કાયદા હેઠળ બાળક ગણાય છે. લગ્ન કરનાર પક્ષકારો પૈકી એક પક્ષકાર બાળક હોય તેવું લગ્ન બાળલગ્ન કહેવાય છે. ર૧ વર્ષથી વધુ ઉમરના પુરુષો જો ૧૮ વર્ષથી ઓછી ઉમરની છોકરી સાથે લગ્ન કરે તો લગ્ન કરનાર સાથે સબંધ ધરાવતા માતા-પીતા અથવા વાલી બધા ગુન્હો કરે છે. અને તેમના વિરુઘ્ધ શિક્ષાની જોગવાઈ રહેલી છે.

દહેજ પ્રતિબંધ ધારો(૧૯૬૧)

આ કાયદા હેઠળ કોઈ વ્યકિત દહેજ આપે અથવા લે અથવા દહેજની માંગણી કરે તો તે ગુન્હો કરે છે. અને શિક્ષાને પાત્ર છે.

સ્ત્રીની ઝડતી અને ધરપકડ --

 • સ્ત્રીની ધરપકડ સુર્યાસ્તથી સુર્યોદય સુધીમાં અનિવાર્ય સંજોગો સિવાય થઈ શકે નહીં.

 • રાત્રીના સમયે સ્ત્રીની ધરપકડ કરવા માટે ઉપરી અમલદારની પરવાનગી જરુરી છે.

 • સ્ત્રીની ધરપકડ અન્ય સ્ત્રીની હાજરીમાં મહિલા પોલીસ દવારા કરવાની રહે છે.

 • સ્ત્રી માટે અલગ લોકઅપની વ્યવસ્થા રાખવામાં આવે છે.

 • સ્ત્રીની ઝડતી લેવાના સંજોગોમા અન્ય સ્ત્રી દ્રારા અથવા તો મહીલા પોલીસ દ્રારા લેવાની હોય છે અને તે પણ પુરી સભ્યતા પુર્વક લેવાની હોય છે.

બોમ્બે ચિલ્ડ્રન એકટ ૧૯૪૮ મુજબ બાળકોના શોષણ અંગેની માહિતી -

 • સમાજમા ગરીબ લોકો પોતાના બાળકોને હોટલમા કે બાંધકામમા અથવા તો ભીખ માંગવા મોકલે છે જેના પરીણામે કુમળી વયના બાળકો શૈક્ષણિક જ્ઞાનથી વંચીત રહે છે. મોટા થઈને તેઓને મજુરી સિવાય બીજુ કામ મળતુ નથી. જેથી સરકારશ્રીએ બાળકોના કલ્યાણ માટે પ્રતિબંધક હુકમો જાહેર કરેલ છે કે ૧૭ વર્ષથી નીચેના વયના બાળકોને નોકરીમા રાખી શોષણ કરી શકાય નહી કે મારઝુડ કરી શકાય નહી.

 • આજુબાજુના વાતાવરણ તેમજ ગરીબને કારણે ગુમરાહ થઈ ગુનાખોરી તરફ નાની ઉમરે વળી જાય છે. અને આવા બાળકો જયારે ગુનાઓમા પકડાય છે ત્યારે તેઓને સુધારવા માટે ખાસ બાળ અદાલતો રાખેલ છે. અને તેની દેખરેખ હેઠળ રીમાન્ડ હોમમા રાખવામા આવે છે ેમજ બિનવારસી મળેલ બાળકોનેઓબ્ઝરવેશન હોમમા રાખી તેમનો ઉછેર તેમજ શૈેક્ષણિક જ્ઞાન તેમજ હુનર ઉધોગ વિગેરેની તાલીમ આપવામા આવે છે જેથી બાળકનુ ભવિષ્ય ઉજજવળ બને છે.

ગુન્હાની સ્થાનિક જગ્યાએ રાખવાની સાવચેતીઓ --

 • જે જગ્યાએ ગુન્હો બન્યો હોય તે જગ્યાએ ગુન્હાને સંબંધિત પુરાવાઓ મળી આવતા હોય છે જેથી આ જગ્યાઓને ખુબજ સાચવવાની હોય છે.

 • આ જગ્યાએ પુરાવાને લગતા વાળ,લોહી,લાળ,વિર્યના ડાધ વિગેરે મળી આવવાની સંભાવના હોય છે.

 • હથિયાર,છરી,બંધુકના કાર્ટીઝના ખોખા તેમજ અન્ય મારક હથિયાર હોવાની શકયતા હોય છે.

 • કપડાના ટુકડા,દોરી,બીડી સિગારેટના ઠુઠા,રંગ વિગેરે મળી આવવાની સંભાવના હોય છે.

 • આ જગ્યાએથી ફિંગર પ્રિન્ટસ,ફુટ પ્રિન્ટસ મળી આવવાની સંભાવના હોય છે.

 • ધરફોડ ચોરી કે ગૃહ પ્રવેશ વખતે ધરફોડ કરવાના સાધનો જેવા કે ગણેશીયો,ડીસમીસ, પકડ,જેક, વિગેરે મળી આવવાની સંભાવના હોય છે.

 • આરોપીના કપડા કે તેણે સ્પેશેલ વસ્તુઓ કે તેના હાથપગની નિશાનીઓ ડોગ સ્કવોડ માટેની ઉપયોગી હોય છે જેની સ્મેલ આપી આરોપી સુધી પંહોચી શકાય છે.

 • સ્થાનિક જગ્યાએથી આરોપી વિરૂઘ્ધ પુરાવાઓ એકત્ર કરવામા ઉપરોકત વસ્તુઓની વૈજ્ઞાનિક ચકાસણી કરાવવાની હોય છે જેથી આવી વસ્તુઓને સ્થાનિક જગ્યાએથી કોઈ ખસેડે,બગાડે,તોડફોડ કરે નાશ કરે તો પુરાવો મળતો નથી. જેથી આ અંગે સાવચેતી રાખવી

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 13-06-2006