હું શોધું છું

હોમ  |

અનુસુચિતજાતી / જનજાતીના કાયદાઓ અને પોલીસ કાર્યવાહી
Rating :  Star Star Star Star Star   

અનુસુચિત જાતિ/અનુ.જન જાતિ માટે કાયદાની ખાસ જોગવાઈઓ - -

સમાજમા દલિતો અને અનુસુચિત જનજાતિના લોકો ઉપર અત્યાચાર ન થાય અને અસ્પળશ્યતા કોઈપણ રૂપમા આચરવામા ન આવે તે હેતુથી બંધારણમા તેમજ જુદા જુદા કાયદાઓ મા આકરી જોગવાઈઓ કરેલ છે. ગુજરાત સરકારે અનુ.જાતિ/ જનજાતિના પ્રશ્નો,અરજીઓ અને ફરીયાદની તપાસ માટે ખાસ નાયબ પોલીસ અધિક્ષકની જગ્યાઓ ઉભી કરી છે. જામનગર, રાજકોટ રૂરલ જિલ્લા માટે એસ.સી/એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક રાજકોટ રૂરલ મુકામે ફરજ બજાવે છે. એમનો આપ ગમે ત્યારે સંર્પક સાંધી શકો છો.

ભારતનુ સંવિધાન - ભારતના બંધારણમા દરેક નાગરીકને સમાનતાનો અધિકાર મળેલ છે અનુચ્છેદ ૧પ અને ૧૬ મુજબ કોઈપણ નાગરીક સામે જ્ઞાતિના આધારે ભેદભાવ કરી શકાશે નહી.

અનુચ્છેદ-૧૭ - અસ્પળશ્યતા નાબુદ કરવામા આવે છે અને કોઈપણ રૂપમા એના આપરણની મનાઈ કરવામા આવે છે.અસ્પળશ્યતામાથી ઉદભવતી કોઈ નિયોગ્યતા લાગુ પડાવી તે કાયદા અનુસાર શિક્ષાપાત્ર ગણાશે.

નાગરીક હકક રક્ષણ અધિનિયમ(૧૯પપ) -

અસ્પળશ્યતા(ગુના) ધારો, ૧૯પપના કાયદામા ૧૯૭૬મા સુધારો કરવામા આવેલ અને તેનુ નવુ નામ નાગરિક હકક રક્ષણ અધિનિયમ રાખેલ છે.

અસ્પળશ્યતાના આચરણ અને ઉપદેશ માટે અને તેમાથી(સામાજીક-ધાર્મિક) પાંગુપણુ ઉભુ થાય છે તેને અમલમા મુકનારને શિક્ષા ઠરાવવા બાબતનો કાયદો છે.સિવિલ રાઈટસ (નાગરીક હકકો) એટલે બંધારણના આર્ટિકલ ૧૭ અન્વયે અસ્પળશ્યતા નાબુદીને કારણે વ્યકિતને લબ્ધ થાય છે તે કોઈપણ હકક તરીકે જણાવવામા આવેલ છે. આ કાયદામા નાગરીક હકકોની અવહેલના માટે આકરી શિક્ષાની જોગવાઈ છે.નાગરીક હકક રક્ષણ અધિનિયમ, ૧૯પપની ખાસ જોગવાઈઓ પરિશિષ્ટમા સામેલ છે.

અનુસુચિત જાતિ અને. અનુસુચિતજન જાતિ અને અનુ.આદિજાતિ (અત્યાચાર થતા અટકાવવા) બાબતોનો માટે અધિનિયમ(૧૯૮૯) - -

આ અધિનિયમ અનુ.જાતિ/અનુ.આદિજાતિના લોકો ઉપર અત્યાચારોના ગુનાઓ અટકાવવા એવા ગુનાઓની ઇન્સાફી કાર્યવાહી ચલાવવા માટે ખાસ ન્યાયાલયો માટેની જોગવાઈ ઓ કરવા અને આવા ગુનાઓનો ભોગ બનનારાઓની પુનફસ્થાપના અને રાહત માટે અને તેની સાથે સંકળાયેલી અથવા તેની આનુસંગિક બાબતો માટે.કલમ-૩(૧) અને કલમ-૩(ર)મા અત્યાચારના ગુનાઓ માટે શિક્ષાની જોગવાઈઓ કરેલ છે. આનો ઉલ્લેખ પરિશિષ્ટમા સામેલ છે.
આ કાયદા હેઠળના ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી કરી શકે છે. આવા કાયદા હેઠળ આરોપીને આગતરા જામીન પણ નથી મળી શકતા

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 13-06-2006