હું શોધું છું

હોમ  |

ટ્રાફિક સબંધી
Rating :  Star Star Star Star Star   

ટ્રાફીક નિયમન --

આધુનીક જમાનામાં વિકાસની સાથે સાથે જુદાજુદા પ્રકારના મોટર વાહનોની સંખ્યામાં અતિ તિવ્ર વતીએ વધારો થઈ રહયો છે. શહેરોમાં રસ્તા પહેલા હતા તે જ છે. અને વાહનોના વધારા સાથે રસ્તાઓ સાંકળા થતા જાય છે. જેને લીધે દરરોજ ટ્રાફીકનો પ્રશ્ન અતિ ગંભીર બનતો જાય છે. આ ટ્રાફીકના નિયમન માટે શહેરમાં ટ્રાફીક પોલીસની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અને સાથે સાથે પોલીસ પણ ટ્રાફીક નિયમનનું કાર્ય કરતી જ હોય છે.

દિન-પ્રતિ-દિન વધતા જતા ટ્રાફીકના પંશ્નોનું નિરાકરણ માટે પોલીસ, માર્ગ અને મકાન વિભાગ તેમજ મ્યુનીસીપાલટી અને સાથોસાથ પ્રજાના સહયોગ અને સંયુકત પ્રયાસો પણ જરુરી બને છે.

 • ટ્રાફિક એજયુકેશન.

 • ટ્રાફિક એન્જીનીયરીંગ.

 • ટ્રાફિક એન્ફોર્સમેન્ટ.

ટ્રાફિક એજયુકેશન.

 • ટ્રાફીક સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રાફીક અંગેની સમજ તેમજ ટ્રાફીકના નિયમો અને કાયદાઓ બાબતે જાણકારી આપવાની ખાસ જરુર રહે છે. આ દિશામાં પોલીસ ખાતા તરફથી વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે.

 • પોલીસ ખાતા દવારા અવાર-નવાર ટ્રાફીક સપ્તાહ ઉજવી પ્રજામાં ટ્રાફીક અંગેના જ્ઞાન માટે તથા ટ્રાફીક નિયમો તેમજ નિયમનના પાલન માટે કાર્યવાહી કરવામાં આવે છે.

 • સ્કુલોમા ટ્રાફીક પોલીસ મોકલી રોડ સેફટી પેટ્રોલના નેજા હેઠળ બાળકોને તૈયાર કરી જ્ઞાન આપવામાં આવે છે. અને તેઓ દવારા જ ટ્રાફીકના નિયમોનળું પાલન કરાવવાનું શિખવવામાં આવે છે.

 • જામનગર ટ્રાફીક પોલીસ દવારા જામનગરની ટ્રાફીક સમસ્યા ઉપર ફીલ્મ તૈયાર કરાવી કેબલ ઉપર પ્રસારીત કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં પ્રજાને ટ્રાફીક નિયમનના પાલન કરવા માટેની સમજ આપતી વિગતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

 • બાળકોને નાનપણથીજ ટ્રાફિક નિયમનનુ જ્ઞાન મળે તે હેતુસર જામનગર જીલ્લામા ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક બનાવવાની યોજના હાથ ધરવામા આવી રહી છે.

ટ્રાફિક એન્જીનીયરીંગ.

 • ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક એન્જીનીયરીંગનુ કામ ધણુ જ મહત્વનુ છે. રસ્તાઓની સપાટી સારી રીતે જળવાય રોડ ટ્રાફિકને અનુકુળ પહોળાઈના હોય તેમજ ટ્રાફિકને લગતા જરૂરી સાઈનબોર્ડ તેમજ ટ્રાફિક સિગ્નલો આ બધી માળખાકીય જરૂરીયાતો મ્યુનિસીપાલીટી અને માર્ગ અને મકાન વિભાગ દ્રારા હાથ ધરવાની હોય છે. ઉપરોકત સવલતોને અભાવે ટ્રાફિક નિયમન ધણુ અધરૂ થઈ પડે છે આને પરીણામે ટ્રાફિક જામના તેમજ ટ્રાફિક ને લગતા અન્ય પ્રશ્નો ઉપરાંત ધણી વખત જીવલેણ તથા સામાન્ય પ્રકારના અકસ્માતો થાય છે.

 • ટ્રાફિકના નિયમન માટે રોડની બંને બાજુ ફુટપાથ હોવી જરૂરી છે જેથી પેડલીસ્ટ ફુટપાથ ઉપર ચાલે.

ટ્રાફિક એન્ફોર્સમેન્ટ.

 • ટ્રાફીકના નિયમન માટે શહેરમાં અગત્યના સ્થળો ઉપર ઉભા રહી ટ્રાફીક પોલીસ ટ્રાફીકનું નિયમન કરે છે.

 • ટ્રાફીક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલક પાસે જરુરી માહિતી માંગી તેના વિરુઘ્ધ જે નિયમનો ભંગ કર્યો હોય તે મુજબ એન.સી. ગુન્હો નોંધી તેને યોગ્ય દંડ કરવા માટે ના.કોર્ટમાં આપેલ તારીખે હાજર રહેવા જણાવે છે.

 • જીલ્લામાં હેડ કોન્સ.અને તેનાથી ઉપરના દરજજાના અધિકારીઓને સરકારશ્રી તરફથી મોટર વ્હીકલ એકટના અમુક ગુન્હાઓની સ્થળ ઉપરજ માંડવાળ કરવાની સતા મળેલ છે. જે અનુસાર આવા પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દંડ વસુલી ગુન્હાઓની માંડવાળ કરે છે.

 • જામનગર જીલ્લામા નગરપાલીકા વિસ્તારમા પણ આ પ્રકારની સતાઓ આપવામા આવી છે.

ટ્રાફીક અંગે પ્રજાએ શુ કરવુ જોઈએ -

 • વાહન ચાલકે ડ્રાયવીંગ લાયસન્સ અવશ્ય સાથે રાખવું જોઈએ.

 • પુર ઝડપે અને બેદરકારી પુર્વક વાહન ચલાવવું જોઈએ નહીં

 • પર્યાવરણને નુકશાન કરે તેવા, પ્રદુષણ પેદા કરે તેવા વાહનો ચલાવવા જોઈએ નહીં.

 • વાહનમા જે ફયુઅલ ઉપયોગમાં આવતુ હોય તેજ ફયુઅલ વાપરવું જોઈએ પેટ્રોલની જગ્યાએ અન્ય ઈંધણ કે કેરોસીનનું મીશ્રણ વાપરવું જોઈએ નહીં.

 • વાહનના કાચ ઉપર ડાર્ક ફીલ્મ લગાવવી જોઈએ નહીં.

 • વાહનમાં પાછળ રેડીયમ પટી, રીફલેકટર્સ તેમજ બ્લીંકર્સ હોવા જોઈએ. ઉપરાંત બ્રેક લાઈટસ અને ટેઈલ લાઈટસ અવશ્ય હોવી જોઈએ નહીં.

 • જમણી બાજુની લાઈટના કાચ ઉપર પીળો પટો અવશ્ય લગાડવો જોઈએ.

 • અલગ અઈગ પ્રકારના મ્યુઝીકલ હોર્નનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

 • વાહનનું પાર્કિંગ તેની નીયત કરેલી જગ્યાએજ કરવું જોઈએ. અડચણ કરે તેમ ગમે ત્યાં્ર વાહન ઉભુ રાખવું. જોઈએ નહીં.

 • ટ્રાફીક સિગ્નલનો ભંગ ન કરવો.

 • માદક પીણા કે નશીલી વસ્તુ નું સેવન કરી વાહન ચલાવવું જોઈએ નહીં.

 • ભયનજક રીતે ઓવર ટેકીંગ કરવુ નહીં.

 • રાત્રીના સમયે અવશ્ય ડીપરલાઈટનો ઉપયોગ કરવો જોઈએ.

 • માલવાહક વાહનોમાં ગેરકાયદેસરરીતે પેસેન્જરોની હેરાફેરી કરવી નહીં.

 • અકસ્માત થાય ત્યારે ધાયલ વ્યકિતઓને તાત્કાલીક નજીકની હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવી જોઈએ. તેમજ નજીકના પોલીસ સ્ટેશને આ અંગે ખબર આપવી જોઈએ.

 • ડ્રાઈવીંગ લાયસન્સ ન ધરાવતા વ્યકિતને વાહન ચલાવવા આપવું જોઈએ નહીં.

 • રાત્રીના સમયે વાહન રોડ ઉપર ખરાબ થાય તો વાહનને તુરંતજ રોડની ઉપરથી હટાવી શકય તેટલું સાઈડમાં લઈ જવું જોઈએ. તેમજ પાર્કિંગ બ્લીન્કસ્ળ ચાલુ રાખવા જોઈએ.

 • લાંબા પ્રવાસમાં વાહન ડ્રાયવરે દર બે કલાકે વાહન થોભાવી ઠંડા પાથીથી આંખો ધોઈ લેવી જોઈએ અને હાથ પગ ધોવા જોઈએ. જેથી સુસ્તી ઉડી જાય અને તાજગી અનુભવાય.

 • બે વ્હીલવાળા વાહનોના ચાલકે તથા પાછળ બેસનારે હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ.

 • હાઈવે રોડ ઉપર વચ્ચેના ભાગે જયાં સળંગ લાંબો સફેદ પટો હોય ત્યાં ઓવર ટેઈક કરવું જોઈએ નહીં. કારણ કે ત્યાં ગોલાઈ અથવા સાંકડો રસ્તો કે પુલ હોય છે.

 • રાત્રીના સમયે આંખથીની તકલીફ વાળા વાહન ચાલકોએ વાહન ચલાવવું જોઈએ નહીં.

 • રાત્રીના સમયે ઉજાગરાઓ પછી વાહન ચાલકોએ વાહન ચલાવવું જોઈએ નહીં.

 • ખામી વાળુ વાહન ચલાવવું જોઈએ નહીં.

 • રોડ ઉપર વાહન ચલાવવા માટે પરમીશન વગર હરીફાઈ કે હોડમાં ઉતરવું નહીં.

 • રોડ ઉપર મુકવામાં આવતા અલગ અલગ પ્રકારના સાઈન બોર્ડનીસુચનાઓનો અમલ કરવો જોઈએ.

 • પ્રજાએ ટ્રાફીકના નિયમનમાં સંપુર્ણ સહકાર આપવો જોઈએ.

 • સામેથી વાહન આવતુ હોય ત્યારે ઓવર ટેઈક કરવો જોઈએ નહીં.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
અન્ય અગત્યના નંબરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ 

Last updated on 13-06-2006